ભુજ, બુધવાર
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા ભુજ કચ્છ ખાતે સ્મૃતિવન અર્થકવેક મેમોરિયલ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવેલ છે. સ્મૃતિવન મેમોરિયલ પ્રોજેકટને તા.૨૩/૦૯/૨૦૨૨ થી જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવનાર છે. સોમવાર સિવાય દરરોજમુલાકાતીઓ સ્મૃતિવનની મુલાકાત લઇ શકશે. વોકર્સ/જોગર્સ માટે સવારે ૦૫:૦૦ કલાકથી ૦૯:૦૦ કલાક સુધી નિ:શુલ્ક પ્રવેશરહેશે. અન્ય મુલાકાતીઓ માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી-ગાંઘીનગર(GSDMA) દ્વારા નકકી કરવામાંઆવેલ દર મુજબ (૧) પ્રવેશ ફી રૂ.૨૦/- (૨) મ્યુઝીયમ મુલાકાતીઓ માટેની ટીકીટ રૂ.૩૦૦/- (૩) ૧૨ વર્ષ કરતા નિચેના બાળકોમાટે ટીકીટ રૂ.૧૦૦/- (૪) ૫ વર્ષથી નિચેના બાળકો માટે વિનામુલ્યે રહેશે. (૫) કોલેજના વિઘાર્થીઓ માટે ટીકીટ રૂ.૧૫૦/-(કોલેજના ઓળખપત્રના આઘારે) ચુકવવાના રહેશે તથા નિયમોનુસાર નકકી થયેલ પાર્કીંગ શુલ્ક ચુકવવાના રહેશે. મુલાકાતીઓ માટે ઉનાળાની ઋતુમાં ૧૬ માર્ચથી ૧૫ સપ્ટેીમ્બર સુધી સવારે ૧૦:૦૦ કલાકથી બપોરે ૦૨:૦૦ કલાક સુધી તેમજસાંજે ૦૪:૦૦ થી ૦૮:૦૦ કલાક સુધી અને શિયાળાની ઋતુમાં ૧૬ સપ્ટેડમ્બરથી ૧૫ માર્ચ સુધી સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૬:૦૦કલાક સુધી મ્યુઝિયમ ખુલ્લુ રહેશેસુધી મ્યુઝિયમ ખુલ્લુ રહેશે એમ જીલ્લા વહિવટીતંત્રની અખબારી યાદીમાં જણાવ્યું છે.