જૂનાગઢનાં વણઝારી ચોકની પ્રાચીન નવલી નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જૂનાગઢ એટલે ગિરનાર પર બિરાજતા માં અંબાનાં ખોળે વસતુ એકે નગર અને માતાજીની આરાધના કરવાનો સમય એટલે નોરતા આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે તેમાં આશો સુદ નવરાત્રિનું ગરબે રમવા માટે આગવું મહત્વ રહ્યું છે.
માતાજીના સાનિધ્યમાં શેરી ગરબાનું પણ આજે વિશિષ્ઠ મહત્વ રહ્યું છે અને ગરબે રમતી બાળાઓને જોવા લોકો ઉમટી પડે છે. તેમાં પણ જૂનાગઢ શહેર માં વણઝારી ચોકની ગરબીમાં રમાતા રાસ જેવાકે ટિપ્પણી રાસ, સળગતી હિંઢોળીનો રાસ અને ભુવા રાસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.
ખાસ નવરાત્રી માટે આગવી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે ત્યારે વણઝારી ચોકની પ્રાચીન ગરબી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને નવદુર્ગા સ્વરૂપ બાળાઓને અગાઉથી જ પ્રેક્ટિસ શરુ કરી દેવામાં આવી છે ત્યારે મહત્વની વાત એ છે કે વણઝારી ચોકમાં રમવા આવતી બાળાઓને ગાયક કલાકાર અને ઢોલના ધબકારે એકજ તાલમાં પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે.
મળેલી માહિતી મુજબ વણઝારી ચોકમાં પ્રાચીન સમયમાં એટલે કે રાજાશાહી દરમિયાન એક મોટા તંબુમાં નવરાત્રીની રમઝટ બોલતી હતી.
આજ અંદાજે 80 વર્ષમાં ઘણા નામી કલાકારો પોતાની કળા આ રંગમંચ પર પીરસી ગયા છે જેમાં વાત કરીએ તો, દીવાળીબેન ભીલ, હાજી રમકડું અને તેમના પિતા કાસમભાઈ જેવા અનેક કલાકારો લોકોને મંત્રમુગ્ધ કરી દેતા અને આજે પણ વણઝારી ચોકમાં આ પ્રાચિન વારસો જાળવી રાખવા માટે કિશોરભાઈ ધનેશા અને વણઝારી યુવક મંડળ સાથે ઘણા સેવાભાવી લોકો જહેમત ઉઠાવી રહ્યા છે અને આપણી સંસ્કૃતિ અને આપણો વારસો આજે પણ જાળવી રાખવામાં સફળ રહ્યા છે જે ખરેખર ગર્વની બાબત છે.
સાગર નિર્મળ
જૂનાગઢ