ગોધરા શહેરના મુસ્લિમ સમાજની પ્રથમ મહિલા સોફીયા અનવર ભાઈજમાલની વકફ બોર્ડમાં નિમણુંક.!!

ગોધરા શહેરના મુસ્લિમ સમાજના પ્રથમ મહિલા સોફિયા અનવર ભાઈજમાલ છેલ્લા પાંચ ટર્મથી ચૂંટણીમાં વિજય મેળવી અને ગોધરા નગર પાલિકામાં પદાઅધિકારી તરીકેની ફરજ બજાવી રહયા છે તેમજ નગર પાલિકામાં ઉપપ્રમુખ સહિત વિવિધ ખાતાઓના વડા તરીકે પણ ફરજો બજાવી ચુક્યા છે. તેઓની અંત્યંત કુશળતા, અનુભવ અને વહીવટમાં પારદર્શકતાના કારણે નગર પાલિકા તેમજ સમગ્ર વિસ્તારમાં લોકપ્રિયતા મેળવી છે અને સાથો સાથ અસંખ્ય વિરોધીઓને માત આપી અને ગોધરાના ઈતિહાસમાં સતત પાંચ વખત ચૂંટણીમાં વિજય હાંસિલ કરનાર પ્રથમ મહિલા તરીકેનુ બિરૂદ પણ મેળવ્યુ છે. આ સમયમાં રાજકીય કારકીર્દીમાં તેઓએ અનેક ચડાવ-ઉતાળ અને તડકા છાયડા જોયા છે સાથે અનેક મુસીબતોનો સામનો કરી કઠીન સમયને પછાડ આપી છે અને એક ઉમદા સમાજ સેવિકાની છાપ ઉભી કરનાર સોફીયા અનવર ભાઈજમાલએ સમગ્ર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓને એક અનેરૂ મહત્વ આપી અને તેને ઉપલબ્ધ કરવા માટેના અવિરત પ્રયાસ સાથે પૂર્ણ પણ કર્યા છે. આ મહિલા સભ્યની ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં દસ સભ્યો માં એક મહિલા સભ્યની ઉચ્ચ સ્થાને નિમણુંક કરવામાં આવતા મુસ્લિમ ઘાંચી સમાજના ઈતિહાસમાં આ પ્રથમ મહિલાની નિમણુંક હોય ત્યારે સમગ્ર પંથકમાં ખુશીની લહેર જોવા મળી આવી હતી. અને તેઓ હમેંશા ઉત્તરો-ઉત્તર પ્રગતિ કરી લોકસેવા થકી લોક ચાહના મેળવી રાજકીય ક્ષેત્રે ખુબ આગળ વધે એવી અંતર હૃદયથી શુભકામના પાઠવવામાં આવી રહી છે.