ભારત વિકાસ પરિષદ મહાવીરનગર શાખા દ્વારા વીર શહીદ મંગળ પાંડે હોલ ખાતે કારકિર્દી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રીમાન તરુણ બારોટ સર, નિવૃત્ત Dy.S.P. ( સિંઘમ ઓફ ગુજરાત તરીકે જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ છે ), શ્રીમાન પંકજ ભૂત સર, આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર, પૂર્વ ઝોન, અમદાવાદ. શ્રીમાન વલ્લભભાઈ રામાણી ( વીર શહીદ મેજર ઋષિકેશ રામાણી ના પિતાજી ) , મોટીવેશનલ સ્પીકર શ્રીમાન ગૌરવ વાઘેલા , શ્રીમાન પ્રવીણભાઈ ગજેરા હાજર રહ્યા હતા. પૂર્વ વિસ્તારની શાળાના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી તેમના વાલી સાથે હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કર્યા બાદ વંદે માતરમ્ ગીતના ગાનથી કરી હતી. આ કાર્યક્રમમાં તરુણ બારોટસરએ જણાવ્યું કે સૈનિક અને પોલીસ ખાતામાં કેવી રીતે દાખલ થઈ શકાય તે વિશે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં નિત્ય પ્રભુ સ્મરણ કરવું, મા - બાપની સેવા કરવી, જીવનમાં એકવાર ભગવદ્ ગીતા વાંચવી તેવા સંસ્કાર પણ આપ્યા હતા.