આજે સવારે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે, તેઓ ઘણા દિવસથી એઈમ્સમાં વેન્ટિલેટર સિસ્ટમ પર હતા.
નોંધનીય છે કે જિમમાં એક્સર્સાઈઝ કરતા સમયે તેમને હાર્ટ-એટેક આવ્યો હતો. રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર હતા જેઓનું નિધન થઈ જતા તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો છે. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી. તેમણે 1988માં ફિલ્મ 'તેઝાબ'માં નાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ 'મૈંને પ્યાર કિયા', 'બાઝીગર', 'બોમ્બે ટુ ગોવા'માં નાના-મોટા રોલ પ્લે કર્યો હતો.
તેમણે 1994માં ટીવી શો 'ટી ટાઇમ મનોરંજન'માં કામ કર્યું હતું. તેમને ખરી ઓળખ 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ'થી મળી હતી. તેઓ પછી 'ગજોધર'થી લોકપ્રિય થયા હતા. રાજુ છેલ્લે 2017માં ફિલ્મ 'ફિરંગી'માં જોવા મળ્યા હતા. ટીવીની વાત કરીએ તો તેમણે છેલ્લે 2014માં 'ગેંગ્સ ઑફ હસીપુર' શોને હોસ્ટ કર્યો હતો.
1993માં લગ્ન
રાજુએ 1993માં લખનઉની શિખા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે સંતાન અંતરા તથા આયુષ્માન છે.