ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા માટે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં માલધારીઓ દ્વારા એક દિવસ માટે સદંતર દૂધનું વિતરણ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં દૂધની સાથે ચાની લારીઓ પણ બંધ રાખવા ટી એસોસીએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. દૂધ પીઠમાં માલધારીઓ દૂધ ન લાવશો નહીં તો દૂધ બગડશે તેવા બોર્ડ લાગ્યા છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રાજકોટ ટી એસોસીયેશને જણાવ્યા મુજબ સમસ્ત ભરવાડ સમાજના ઘનશ્યામ બાપુ, રામબાપુ દ્વારા લેવાયેલા આ નિર્ણય બાદ આજે તમામ ચાની લારીઓ પણ બંધ રાખવામાં આવશે. રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા દૂધ પીઠમાં પોસ્ટર લાગ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે તમામ માલધારીઓએ આજે દૂધ લઈને આવવાનું રહેશે નહીં અને જો કોઈ માલધારી દૂધ લઈને આવશે તો સમાજના આગેવાનો તે દૂધનો બગાડ કરશે તેની જવાબદારી જે દૂધ લાવ્યા હશે તેની રેહેશે. આ પ્રકારના બોર્ડ લાગ્યા હતા. 

જૂનાગઢ જિલ્લામાં પણ માલધારીઓ દ્વારા દૂધ વિતરણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે તે અંગે લોકોને જાણ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં પણ દૂધ વિતરણ સદંતર બંધ કરવામાં આવશે.