વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજકીય માહોલ ગરમાયો છે તેવામાં જ લઠ્ઠાકાંડ સર્જાતા ભાજપની મુશ્કેલી વધી છે અને હવે ફરી આ મુદ્દે શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવ્યા છે અને તેમના મતે હુતો પહેલેથી જ કહેતો આવ્યો છું કે દારૂબંધી જ હઠાવી દો એટલે પત્યું.

બીજી તરફ કોંગ્રેસમાં જોડાવા માટે પણ તેમની પહેલી શરત ગુજરાતમાં દારૂબંધી હટાવવાની મૂકી છે.
શંકરસિંહ વાઘેલાએ લઠ્ઠાકાંડ અંગે તેજ દિવસે કહ્યું હતું કે ‘ગુજરાત ઉડતુ ગુજરાત બની રહ્યું છે. રાજ્યમાંથી દારૂબંધી જ દૂર કરવી જોઇએ.
દારૂબંધી નું માત્ર નાટક ચાલે છે અને લાખો કરોડોનો વેપાર ખોટા ખિસ્સાઓમાં જઇ રહ્યો છે.
દારૂબંધી હટશે તો લાખો કરોડો રૂપિયા સીધા સરકારની તિજોરીમાં આવશે.

દારૂબંધી હટશે તો લાખો કરોડો રૂપિયા સીધા સરકારની તિજોરીમાં આવશે.
જવાબદાર તો રાજ્યોનો વડો હોય, અધિકારી તો વહીવટનો ભાગ હોય.’ કહી આડકતરી રીતે હપ્તાના મોટા વહીવટ તરફ પણ ઈશારો કર્યો હતો.
વધુમાં શંકરસિંહે ઉમેર્યું હતું કે  ‘ગુજરાતમાં દારૂબંધીના નામે નાટક ચાલી રહ્યું છે. સરકારે નવી નશાબંધી નીતિનો અમલ કરવો જોઇએ. ભાજપનો જિલ્લા પ્રમુખ દારૂ પીને મંત્રી સાથે ફરે છે.
ભાજપે આ દારૂ પીધેલા પ્રમુખનું માત્ર રાજીનામું લીધું. શા માટે કાયદાકીય કાર્યવાહી ન કરી? ગુજરાતના તમામ ગામોમાં દારૂ વેચાય છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઇ છે. રજૂઆતો બાદ પણ દારૂ મામલે કાર્યવાહી કરવામાં આવતી નથી
હતો બીજી તરફ શંકરસિંહે કોંગ્રેસમાં જોડાવવા અંગે જણાવ્યુ કે વાતો ચાલે છે જો દારૂબંધી કાઢી નાખવાનું વિચારે તો જોઇન થઈએ.
ગુજરાતમાં દારૂબંધી નીકળી જાયતો કરોડો રૂપિયા સરકારની તિજોરીમાં આવશે અને ઘણા ફાયદા થશે તેમ તેઓએ જણાવ્યું હતું.