સુરત શહેરમાં વધુ એક હીરા વેપારી લૂંટાયો: કાપોદ્રામાં હીરા કારખાના માંથી વેપારીને લૂંટી લેવાયો,

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ અક્ષર ડાયમંડ બિલ્ડિંગમાં આવેલા એક હીરા કારખાનામાં લૂંટની ઘટના સામે આવી છે.મોઢે રૂમાલ બાંધી ચાર જેટલા લૂંટારૂઓ કારખાનામાં પ્રવેશ કર્યો હતો.કારખાનેદાર અને કામ કરતાં કારીગરોને હથિયાર બતાવી અંદાજે સાત લાખના હીરાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા કાપોદ્રા સહિત ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.