શ્રી દુધરેજીયા દ્ધારા રાજુલાના પ્રાત અધીકારીશ્રી ને મુંગા પશુઓમાં રસીકરણ કરવા નીમાંગ કરતા જણાવ્યું હતું કે હાલ માં મુંગા પશુઓ માં લમ્પી નામનો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અને મુંગા પશુઓ આ રોગની ઝપેટ માં ચડી રહ્યા છે.તો સરકારશ્રી દ્વારા તાકીદે આ વાયરસ સામે સુરક્ષા મળેઅને મુંગા પશુઓ માં આ લમ્પી નામનો રોગ ના વ્યાપે તેવા ઉમદા આશય થી અગમચેતીના ભાગરૂપે તાત્કાલિક પાણી પહેલા પાળ બાંધી રસીકરણ કરવું જોઈએ.મળતી વીગત મુજબ તારીખ .૦૧/૦૮/૨૦૨૨ના રોજ રાજુલા આપ ના કાયૅકર એવા કનુભાઇ દ્ધારા પ્રાંત અધિકારીશ્રી ને આવેદન પાઠવતા જણાવ્યું હતું કે હાલ ચોમાસા ની ઋતું ચાલુ હોય વરસાદ છેલ્લા ૨૦ દિવસ થી અવિરત ચાલુ છે તયારે આ વરસાદ ના કારણે મુગા પાલતુ દરેક પશુ મા ખરી ના રોગ સતત પલળવા ના કારણે થતા હોય છે.તેથી આ દરેક પશુ ઓને રસીકરણ કરવાની માંગ પશુ પાલકો ના હીત મા કરી લેખીત માગ સાથે સાથે રાજુલા વિસ્તાર ના પશુ ચિકિત્સક ડૉ.દ્ધારા પશુપાલકો સાથે રાગ દ્વવેશ રાખવા ની પણ રજુઆત કરવામા આવી છે પશુ ઓની ગણતરી મુજબ સ્ટાફ ન હોવાથી પશુઓ ને વ્યવસ્થિત રસીકરણ તેમજ સારવાર થતી નથી તેવુ પણ જણાવેલ છે.આ બાબતે પશુ પાલકો ના હિતમા વહેલી તકે દરેક પશુ ઓને જરુરી મુજબ ની રસીકરણ કરવાની માંગ કરેલ છે....રીપૉટ..આતાભાઈ વાઘ કથીવદર