સુરતના ONGC બ્રિજ પાસે આવેલ HK નગર ચોકડી ખાતે ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો.
સુરતના ઓએનજીસી બ્રિજ પાસે આવેલ એસકે નગર ચોકડી ખાતે ટ્રક ચાલકે બાઈક પર સવાર ભાઈ બહેનને ટક્કર કચડી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે બહેનની સામે જ ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બહેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. અકસ્માતને પગલે ડુમસ પોલીસ ઘટના સ્થળે પહોંચી મરનાર યુવકને પીએમ અર્થે મોકલી આપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.