કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા છે,
ગુજરાતના મુન્દ્રા બંદરેથી હજારો કરોડ નાં ડ્રગ્સ પકડાયા હતા એના માટે ટાનો માર્યો હતો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે
સપ્ટેમ્બર 21 3000 કિગ્રા ₹21000 કરોડ
22 મે 56 કિગ્રા ₹ 500 કરોડ
જુલાઈ 22 75 કિગ્રા ₹375 કરોડ
ડબલ એન્જિનવાળી સરકારમાં બેઠેલા લોકો કોણ છે જેઓ ડ્રગ-દારૂ માફિયાઓને સતત આશ્રય આપી રહ્યા છે?
ગુજરાતના યુવાનોને ડ્રગ્સ તરફ કેમ મજબૂર કરવામાં આવે છે?
ટ્વીટ માં એમને ગૂજરાત સરકાર સામે બીજા બે સવાલો પણ ઉઠાવ્યા હતા
1. એક જ પોર્ટ પર 3 વખત ડ્રગ્સ ઝડપાયા છતાં એક જ બંદર પર ડ્રગ્સ સતત કેવી રીતે ઉતરી રહ્યું છે?
2. શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા છે? માફિયાઓને કાયદાનો ડર નથી? કે આ માફિયા સરકાર છે?
આમ ડ્રગ્સ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ગુજરાત ની ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.