ડીસા તાલુકાના એક ગામમાંથી 15 વર્ષીય સગીરાનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં સગીરાના પિતાએ અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.

ડીસા તાલુકાના એક ગામમાંથી 15 વર્ષીય સગીરાનું લગ્નની લાલચે અપહરણ થયું છે. ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની 15 વર્ષીય સગીતા ઘરેથી અચાનક ગુમ થઈ જતા પરિવારજનો હતપ્રત બની ગયા હતા અને આજુબાજુમાં પડોશીઓ તેમજ સગા-સબંધીઓને ત્યાં તપાસ કરી હતી, પરંતુ તપાસ કરવા છતાં પણ સગીરાની કોઈ ભાળ ન મળતા આખરે કોઈ અજાણ્યો યુવક તેનું અપહરણ કરી ગયો હોવાની માહિતી મળી હતી.

જેથી સગીરાના પરિવારજનો તરત જ ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા અને 15 વર્ષીય સગીરાને કોઈ અજાણ્યો યુવક લગ્નની લાલાચ આપી ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ડીસા તાલુકા પોલીસે અજાણ્યો યુવક અને સગીરા બંનેની શોધખોળ હાથ ધરી છે.