સાઉથ એક્ટ્રેસ જયાકુમારી પાસે સારવાર માટે પૈસા નથી તેઓની બંને કિડની ખરાબ થઈ ગઈ છે.

 72 વર્ષીય એક્ટ્રેસ હાલમાં ચેન્નઇની સરકારી હોસ્પિટલમાં એડમિટ છે. રિપોર્ટ્સ પ્રમાણે, જયાકુમારીની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ છે અને તેથી જ તેમણે લોકોની પાસે આર્થિક મદદની અપીલ કરી છે. તમિળનાડુના સ્વાસ્થ્ય મંત્રી એમ સુબ્રહ્મણ્યમે મદદ કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જયાકુમારીની તબિયત અંગે જાણ થતા તમિળનાડુના સ્વાસ્થ્ય મંત્રી એમ સુબ્રહ્મણ્યમે મુલાકાત કરી હતી. આ સાથે જ આશ્વાસન આપ્યું હતું કે સરકાર તેમના મેડિકલ બિલને ધ્યાનમાં રાખશે અને ઘર પણ આપશે. જયાકુમારીને ત્રણ સંતાનો છે, પરંતુ કોઈએ તેમની દરકાર કરી નથી અને હોસ્પિટલ પણ ગયા નહોતા.

જયાકુમારીએ 1968માં મલયાલમ ફિલ્મ 'કલેક્ટર મલાથી'થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ 'ફુટબોલ ચેમ્પિયન', 'પ્રેમનજર', 'નૂત્રુક્કૂ નૂરુ' જેવી ફિલ્મ કરી છે. તેમણે 300થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. જયાકુમારીને 'એંગિરિંડો વંદલ' તથા 'હરમના' જેવી ફિલ્મથી ઓળખ મળી છે.