T20 વર્લ્ડ કપ 2022 ની શરૂઆત પેહલા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મોટો નિર્ણય લીધો છે.

1 ઓક્ટોબર 2022 થી ક્રિકેટમાં કેટલાક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આ બદલાયેલા નિયમોની સાથે જ t20 વર્લ્ડ કપ રમાશે.

નવા નિયમો:- 

જ્યારે બોલ બોલ ફેંકીને બેટ્સમેનને પીચ ની બહાર રમવા મજબૂર કરે ત્યારે એ બોલને અમ્પાયર  ડેડ બોલ અથવા નો આપી શકે છે.

બોલર જ્યારે બોલિંગ કરતો હોય ત્યારે નોન સ્ટ્રાઈક બેટ્સમેન ક્રિઝની બહાર નીકળશે અને બોલર સ્ટમ્પ કરશે ત્યારે તે માંકડ નહિ પણ રન આઉટ કહેવાશે.

જ્યારે બોલર બોલિંગ ફેંકતી વખતે બેટ્સમેનનું ધ્યાન કોશિશ કરે અથવા દૂરવ્યવહાર કરે તો અમ્પાયર તેને ડેડ બોલ અથવા પેનલ્ટી તરીકે પાંચ રન આપી શકે છે.

ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં બેટ્સમેને બે મિનિટની અંદર બીજ ઉપર આવી જવું પડશે. જ્યારે ટી20માં 90 સેકન્ડની અંદર સ્ટ્રાઈક પર આવી જવું પડશે.

હવે બોલ પર લાળ ના લગાવવાનો નિયમ કાયમી બન્યો છે. બે વર્ષથી કોરોના કારણે આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

જ્યારે બેટ્સમેન હવામાં શોટ આપે અને કેચ આઉટ થાય છે ત્યારે નવો આવેલો બેટ્સમેન સીધી સ્ટ્રાઈક લઈ શકશે.