ફિલ્મી દુનિયામાં વિવાદાસ્પદ નામ ધરાવતા ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ આજે 74 વર્ષના થયા.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 20 સપ્ટેમ્બર 1948ના રોજ મુંબઈમાં જન્મેલા મહેશે અનેક હિટ ફિલ્મો આપી છે.

 તેઓએ 'રાઝ', 'જિસ્મ', 'પાપ', 'મર્ડર', 'રોગ', 'ઝેહર', 'મર્ડર 2', 'જિસ્મ 2' જેવી ઘણી બોલ્ડ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.  

મહેશ ભટ્ટની પહેલી પત્નીનું નામ લોરિયન બ્રાઈટ હતું, મહેશ ભટ્ટ કોલેજમાં ભણતા હતા અને લોરિયન બોમ્બે સ્કોટિશ અનાથાશ્રમમાં ભણતા હતા ત્યારે બંને પહેલી વાર મળ્યા બાદ બંને મિત્રો બન્યા અને પછી પ્રેમ પણ શરૂ થયો.  

મહેશ ભટ્ટ લોરિયનને અનાથાશ્રમમાં મળવા જતા હતા પરંતુ એક દિવસ તેઓ પકડાઈ ગયા હતા. જો કે, થોડા સમય પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને પછી લોરેને પોતાનું નામ બદલીને કિરણ રાખી દીધું. કહેવાય છે કે જ્યારે મહેશ ભટ્ટનું નામ પરવીન બાબી સાથે જોડાવા લાગ્યું ત્યારે તેમની પત્નીને આ વાત બિલકુલ પસંદ ન આવી, જેના કારણે બંને અલગ થઈ ગયા.

મહેશ ભટ્ટ પહેલેથી જ પરિણીત હોવા છતાં પરવીન બાબી સાથે સંબંધમાં આવ્યા હતા. તેણે વર્ષ 1977માં પરવીન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, તે દિવસોમાં તેણે તેની પત્નીને છોડી દીધી અને અભિનેત્રી સાથે લિવ-ઈનમાં રહેતા હતા  

બંને એકબીજાના પ્રેમમાં પાગલ હતા. પરંતુ જેવી જ મહેશને પરવીનની બિમારી, સ્કિઝોફ્રેનિયા વિશે જાણ થઈ, તેમના સંબંધો સંપૂર્ણપણે બદલાઈ ગયા. મહેશ ભટ્ટ અને પરવીન બાબી ધીરે ધીરે અલગ થઈ ગયા.

બાદમાં કેટલાક સમય પછી પરવીન બાબીનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો હતો.

આ પછી મહેશ ભટ્ટના જીવનમાં સોની રાઝદાનની એન્ટ્રી થઈ હતી. કહેવાય છે કે મહેશ ભટ્ટ જ્યારે સોની રાઝદાન સાથે રિલેશનશિપમાં હતા ત્યારે તેઓ તેમની પહેલી પત્ની સાથે રહેતા હતા. જો કે, બાદમાં સોની અને મહેશે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને પછી લગ્ન કરી લીધા, ત્યારબાદ આ દંપતીને શાહીન ભટ્ટ અને આલિયા ભટ્ટ નામની બે પુત્રીઓ થઈ.

મહેશ ભટ્ટની એક એવી હરકતે હંગામો ત્યારે મચાવ્યો કે જ્યારે તેણે પોતાનીજ સગી પુત્રી પૂજા સાથે ફોટોશૂટમાં લિપકિસ કરતા જોવા મળ્યા આ ફોટોશૂટ બાદ મહેશને ચારેબાજુ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ફોટોશૂટ દરમિયાન પૂજા તેના પિતા મહેશ ભટ્ટના ખોળામાં બેઠેલી જોવા મળી હતી અને બંને કિસ કરી રહ્યા હતા.

ત્યારબાદ પૂજા ડિપ્રેશન નો શિકાર બની હતી અને મહેશ ભટ્ટે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો આપવા જતા વધુ બાફી માર્યું કે જો મારી પુત્રી ના હોતતો લગ્ન પણ કરી લેત.

આ નિવેદન બાદ વધુ હોબાળો મચ્યો હતો.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ પછી પણ મહેશ ભટ્ટનું નામ ઘણુ ઉછળ્યું હતું જેમાં મહેશ ભટ્ટ સાથે રિયા ચક્રવર્તીની કેટલીક તસવીરોએ વિવાદ જગાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જે બાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કે રિયા અને મહેશ ભટ્ટ વચ્ચે સંબંધ છે. એટલું જ નહીં તે સમયે મહેશ ભટ્ટ સાથે જીયા ખાનના સાથેના પણ વિવાદી ફોટા સામે આવ્યા છે. 

આમ, નાની ઉંમર ની છોકરીઓ સાથે રોમાન્સ કરનાર દાદા ની ઉંમરના મહેશ ભટ્ટ સતત વિવાદમાં રહ્યા છે.