પાવીજેતપુર,તા.૧

          

             પાવીજેતપુર તાલુકાના જામ્બા ગામે એક વૃદ્ધને સાંપ કરડતા કરુણ મોત થવા પામ્યું છે.

           પાવીજેતપુર તાલુકાના જામ્બા ચોકી ગામે રહેતા બલસીંગભાઈ હિંમતભાઈ રાઠવા ( ઉ . વ ૫૫ ) નાઓ પોતાના ઘરમાંથી બળદ બહાર ખેતર ના છેડા ઉપર બાંધવા માટે ગયા હતા તે સમયે એકાએક તેમને જમણાં પગના અગુંઠા ઉપર ઝેરી સાપે ડંખ મારતા ઇજા થવાથી તેમને તાત્કાલિક કદવાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવમાં આવ્યા હતા. કદવાલ દવાખાનામાં હાજર ડોક્ટરો તપાસ કરતા બલસીંગભાઈ ને મૃત જાહેર કરેલ હતા. કદવાલ સામુહિક આરોગ્ય ખાતે તેમનું પી.એમ. કરવામાં આવ્યું હતું. કદવાલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.