વિસનગર : સતલાસણામાં અભ્યાસ કરતી સગીર યુવતીને ટીમ્બા ગામના શખ્સ દ્વારા છેડતી કરવા મુદ્દે સતલાસણા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદનો કેસ વિસનગરની સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી પોસ્કો જજે આરોપીને તકસીરવાન ઠરાવી આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા અને 20 હજારના દંડની તેમજ દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હૂકમ કર્યો છે.

સતલાસણા પોલીસ મથકમાં નોંધાયેલ કેસ વિસનગરની સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ આર.બી.દરજીની દલીલો ગ્રાહ્ય રાખી પોસ્કો જજ એસ.એલ.ઠક્કરે આરોપી નાગીનસિંહને તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સખત કેદની સજા અને 20 હજારનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હૂકમ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને 25 હજાર વળતર ચૂકવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને ભલામણ કરવામાં આવી છે. તેમજ વળતરની રકમ ભોગ બનનાર પુખ્ત ન થાય ત્યાં સુધી નેશનલાઇઝ બેન્કમાં ફિક્સ ડીપોઝીટ પેટે મુકી કોર્ટને જાણ કરવા જણાવ્યું છે.