ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા, નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇન્ટેલિજેન્સ ર્સવિસ ઈન્ડિયા લી. ના સહયોગથી આણંદ જિલ્લામાં સુરક્ષા સુપરવાઈઝર અને સુરક્ષા જવાન માટે અલગ અલગ તાલુકામાં ભરતી શિબિરનું આયોજન કરવામા આવ્યું હતું. આ ભરતી શિબિરમાં પસંદગી પામેલ ઉમેદવારને રીઝનલ ટ્રેનિંગ સેન્ટર, માણસા (ગાંધીનગર) ખાતે ટ્રેનિંગ આપીને સિક્યોરીટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઈન્ડિયા લી. માં કાયમી નિયુક્ત કરી ભારત સરકાર, રાજ્ય સરકાર, પુરાતત્વ, બંદરગાહ, એરર્પોટ, મલ્ટીનેશનલ ઔદ્યોગિક ક્ષેત્રો, બેન્કો જેવી જગ્યાઓએ નોકરી આપવામાં આવશે. તેમજ દર વર્ષે પગારમાં વધારો, પ્રમોશન, પી.એફ., ઇ.એસ.આઈ., ગ્રેજયુઈટી, મેડિકલ સુવિધા, બોનસ, પેન્શન સુવિધા, ૬૫ વર્ષે નિવૃત્તિ વગેરે લાભો આપવામાં આવશે તેમ એસ. એસ. સી. આઇ.ના ભરતી અધિકારી નિકુંજ પટેલ દ્વારા જણાવાયુ હતું.