જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી જામનગર જીલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા અંગે એસ.ઓ.જી. જામનગર ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર બી.એન.ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઈન્સપેકટર એ.એસ.ગરચર સાહેબ ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના શોભરાજસિંહ જાડેજા તથા રાજેશભાઈ મકવાણા ને બાતમી મળેલ કે, દરેડ જી.આઈ.ડી.સી., ફેસ-૩, શિવકોમ્પ્લેક્ષ, શિવ વે બ્રિજની પાછળ આવેલ ગોડાઉનમાં રાજકોટ રહેવાસી મયંકભાઈ અશોકભાઈ સોજીત્રા તેમજ વૈભવભાઈ મનસુખભાઈ પાનસુરીયા નામના બે ઈસમોએ શંકાસ્પદ રીતે ચોરી કે છળકપટથી મેળવેલ ચોખાના બાચકા રાખેલ છ જેથી સદરહુ જગ્યાએ રેઈડ કરતા ત્યાંથી કુલ-૩૧૭ ચોખા ભરેલ બાચકા કુલ વજન ૧૭,૦૭૦ કિલો જેની કુલ કિ.રૂ.૩,૪૧,૪૦૦/- નો મુદ્દામાલ કોઈ બીલ કે આધાર વગર મળી આવતા જે આ તમામ મુદ્દામલ મજકુર ઈસમોએ કોઈ ચોરી કે છળકપટ થી મેળવેલ હોવાનુ જણાતા મજકુર ઈસમો પાસેથી કબ્જે કરેલ છે અને મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. બી.એન.ચૌધરી તથા પો.સ.ઈ. એ.એસ.ગરચર ની સુચના થી એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.