ગુજરાત રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા પોતાની માગણીઓને લઈને આંદોલનો અને હડતાલો યથાવત છે, તો હવે ગુજરાતના જીઆઇએસએફ સિક્ય્રિટી ગાર્ડ પણ પોતાના પગારને લઈ આંદોલન કરવાનું વિચારી રહ્યા છે. તાજેતરમાં 23 ઓગસ્ટના રોજ ભાવનગર ખાતે કેજરીવાલની જનસભામાં સિક્ય્રિટી ગાર્ડમાવજીભાઈ સરવૈયાએ પોતાની જનવેદના તેમના સમક્ષ રજૂ કરી હતી. ત્યારબાદ માવજીભાઈ સરવૈયાની અંબાજી ખાતે બદલી કરવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે આજે તેઓ પોતાની ફરજ પર હાજર થયા હતા. તેમના ઓર્ડરમાં માત્ર એટલું લખવામાં આવ્યું છે કે વહીવટી કારણોસર તમારી બદલી કરવામાં આવી છે, ભાવનગરથી અંબાજી બદલી કરવામાં આવતા તેમના ખર્ચાઓ પણ વધવા પામશે. લગભગ 400 દૂરથી તેમની બદલી કરાઈ છે. જો કે વેતન વધારાને લઈને સિક્ય્રિટી ગાર્ડ લોકો આંદોલન કરવાનું વિચારી રહ્યા હોવાનુ તેમણે જણાવ્યું હતું. જીઆઇએસએફના સિક્ય્રિટી ગાર્ડ માવજીભાઈ સરવૈયા જણાવ્યું હતું કે અમે છેલ્લા 20થી 25 વર્ષોથી જીઆઇએસએફમાં સિક્યરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવીએ છીએ. અમને મહિનામાં વેતન તરીકે 11 હજાર રૂપિયા આપવામા આવતું હોય છે. પણ હજી સુધી 23 વર્ષ થયા હોવા છતાં પગાર વધારવામાં ન આવતા સરકાર સમક્ષ અમે આંદોલનનું વિચારી રહ્યા છીએ. તો સાથે ભાવનગરમાં કેજરીવાલના જન સંવાદમાં અમારા દ્વારા કરેલી રજૂઆતના કારણે સરકાર અને જીઆઈએસએફના સી.ઓ. દ્રારા મારી બદલી ભાવનગરથી અંબાજી ખાતે કરવામાં આવી છે. તો શું આ ન્યાય આપવાના બદલે આ રીતનો દંડ અમને કરવામાં આવશે તેવુ જીઆઈએસએફના જવાન માવજીભાઈ સરવૈયાએ જણાવ્યું હતું