ચોરીની ઘટનામાં શંકાસ્પદ આરોપીનો આપઘાત, મૃતકના પરિવારજનોનો જસદણ પોલીસ પર ગંભીર આરોપ પોલીસ ત્રાસથી યુવક એ જિંદગી ટૂંકાવી થોડા સમય પહેલા રાજકોટના જસદણ પંથકમાં રહેતા જય પૂરી નામના યુવકને ATM માં ચોરી ના નિવેદન માટે બોલાવ્યા બાદ યુવકને પોલીસ દ્વારા ઢોર માર મારતા સાથે માનસિક ટોર્ચર કરતા યુવક દ્વારા ગળેફાંસો ખાઈ મોત મીઠું કર્યું હતું યુવક એક કિડની ઉપર જિંદગી જીવી રહ્યો હતો તેવું યુવકના પિતા દ્વારા પોલીસ ને કહેવા છતાં પણ પોલીસ દ્વારા નિર્દયતાથી માર મારતાં યુવક ને લાગી આવ્યું હતું જેના પગલે યુવકે આત્મહત્યા કરી જય ગૌસ્વામી ATM માં પૈસા નાખવાનું કામ કરતો હતો અને પરિવામાં એક ના એક દિકરાના મોત સમાચારથી પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી પોલીસ ને પ્રજાનો રક્ષક માનવામાં આવે છે પણ જો રક્ષક જ ભક્ષક બની બેસે તો પ્રજા કોની પાસે ન્યાય માંગવા જાય ત્યારે હવે રાજ્યનાં ગૃહ મંત્રી શું પગલા લેશે તે હવે જોવું રહ્યું સાથે મૃતકના પરિવાર એવી પણ માંગ કરી કે જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી લાશ સ્વીકારશે નહિ