વડાપ્રધાનની મુલાકાત દરમિયાન તેઓ એક રોડ શો પણ કરવાના છે તેને લઇને તેમના સંભવિત રોડ શો ના માર્ગ એરપોર્ટ રોડ થી લઇને રૂપાણી સર્કલ સુધીના સંભવિત માર્ગ પર કોન્વોય સ્વરૂપે ફરીને તેની જાત તપાસ કરી હતી. આ સંભવિત રોડ શો માટે ટ્રાફિક, રોડની પહોળાઇ, તેમની સુરક્ષા સહિતના તમામ પાસાઓની જાત તપાસ કરી હતી. મહાનુભાવોએ વડાપ્રધાનની ભાવનગરની મુલાકાતને યાદગાર બનાવવાં માટે ભાવેણાવાસીઓના થનગનાટને અનુરૂપ સુશોભન સહિતની વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરી હતી.