ઈઝરાયેલના કૃષિ વૈજ્ઞાનિકોની
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ઈઝરાયેલ પધ્ધતિ દ્વારા ગુણવત્તાયુક્ત
ડુંગળીના ઉત્પાદન માટેનો સેમિનાર
મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા યોજાયો હતો.
ઈઝરાયલના કૃષિ વૈજ્ઞાનિકો ડો.
આવરી બર ઝુર તથા આઈસક ઝારતિ
મહુવા આવ્યા છે ત્યારે મહુવા માર્કેટિંગ
યાર્ડ દ્વારા આજરોજ તેમના માર્ગદર્શન
હેઠળ ઈઝરાયેલ પધ્ધતિ દ્વારા ગુણવત્તા
યુક્ત ડુંગળીના ઉત્પાદન માટેનો
સેમિનાર બીએપીએસ સ્વામિનારાયણ
મંદિર ખાતે યોજાયો હતો જેમાં ૮૦૦
જેટલા ખેડૂતોએ ભાગ લઈ અને
માર્ગદર્શન મેળવ્યુ હતું. આ સેમિનારમાં
તેઓના અંગ્રેજી ભાષાનું ગુજરાતીમાં
અનુવાદ કરીને કમલભાઈ પટેલ તથા
કિનભાઈ ગાહાએ ખેડૂતોને સમજાવેલ
હતું તેમ જ ખેડૂતો દ્વારા પૂછવામાં
આવેલા પ્રશ્નોનું પણ માર્ગદર્શન
આપવામાં આવેલું હતું. આ સેમિનારમાં
ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ
નાકરાણી રોહિતભાઈ તથા હરેશભાઈ
સંઘવી તેમજ કૃષિ તજજ્ઞ પ્રશાંતભાઈ
નંદગીર કર તથા નરેન્દ્રભાઈ જાની
બોરડી વાળા તેમજ મહુવા માર્કેટિંગ
યાર્ડના તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સઓ
ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે
મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન
ઘનશ્યામભાઈ પટેલે ખેડૂતોને ખેતીમાં
ઈઝરાયેલની પધ્ધતિ તેમજ ટેકનોલોજી
અપનાવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો
તેમજ ડુંગળીમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, ઊંચા
નીચા ભાવની બાબતો વિશે માર્ગદર્શન
આપેલ હતું.