સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો-બે ભાઈઓએ મળી એક યુવકની જાહેરમાં ચપ્પુના ઘા મારી કરી કરપીણ હત્યા.

સુરત શહેરના સાગરામપુરા વિસ્તારમાં શનિવારે આ હત્યા થઈ હતી. હવે આ મર્ડરના સીસીટીવી સામે આવ્યા છે. હાલમાં અઠવા પોલીસે હત્યારા બંને ભાઈઓની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. હત્યાની ઘટનાને અંજામ આપનાર બન્ને સગા ભાઈ રફીક ઈરફાન શેખ અને સાજીદ ઈરફાન શેખને ઝડપી પાડીને પોલીસે આગળનીકાર્યવાહી હાથ ધરી છે.