ડેડીયાપાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા અનુસૂચિત જનજાતિના ખોટા જાતિ પ્રમાણપત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા લેવા માટે માંગ કરવામાં આવી

ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે આદિવાસી સમાજ દ્વારા અનુસૂચિત જનજાતિના ખોટા જાતિ પ્રમાણપત્ર લેનારાઓ અને આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે અનુસંધાને પ્રાંત અધિકારી મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને આદિવાસી સમાજના લોકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા

આદિવાસી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ભારતના સંવિધાન મુજબ ગુજરાત રાજ્યના સાચા આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર બાબતે ઘોર અન્યાય થઇ રહ્યો છે જે અંગે આદિવાસી સમાજની માંગણીઓ છે કે

(1) માન રાષ્ટ્રપતિ શ્રી ના તા 06/09/1950 તથા 29/10/1956 નું મોડીફાઇડ નોટિફિકેશન નું ઉલ્લંઘન કરીને કેન્દ્ર સરકાર દ્વારા ગેર બંધારણીય રીતે તા 14/09/22 ના રોજ 12 જાતિઓને અનુસૂચિત જન જાતિ માં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આ ઇ છે તે તત્કાલીક રદ કરવામાં આવે

(2) નિયામક શ્રી આદિજાતિ નો તારીખ 15/06/2022 નો ગેરબંધારણીય પત્ર કરો

(3) રબારી ભરવાડ અને ચારણ જાતિ ને બક્ષીપંચ માં સમાવેશ કરો

(4) તમામ ક્ષેત્રે આદિવાસી ના ખોટા જાતિ પ્રમાણપત્રો રદ કરી કાયદેસરની કાર્યવાહી કરો

(5) ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ નો તારીખ 04/08/2022 ના રોજ ગેર બંધારણીય પરિપત્ર તાત્કાલિક રદ કરો

આ માંગણીઓ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આદિવાસી સમાજને ખરા અર્થમાં ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી