જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા ફેસલખાન નાશીરખાન પઠાણ(ઉ. વ.
૨૩)ને દેશી હાથ બનાવટની પીસ્તોલ નંગ-૧ રૂા. ૧૦ હજારનાં મુદ્દામાલ
સાથે રેડ દરમ્યાન ઝડપી લીધેલ છે. આ પીસ્તોલ તેણે હાજર નહી મળી
આવનાર આદીલ રઝાક સોલંકી રહે. જૂનાગઢ વાળા પાસેથી મેળવી હોવાનું
બહાર આવેલ છે. એ ડીવીઝન પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ
તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ