દેવગાણા કેન્દ્રીય મંત્રી દ્વારા ૨૦ લાખની ગ્રાન્ટ દેવગાણા હાઈસ્કુલમાં પ્રાર્થના હોલ ફાળવવામાં આવી હતી છેલ્લાં ઘણા સમયથી કામ શરૂ છે જે એજન્સીને કામ મળ્યું તે 1 એજન્સી દ્વારા બોગસ કામ કરવામાં આવ્યું છે હજી પણ કામ પુર્ણ નથી થયું ત્યાં પ્રા્થનાં હોલની અંદરનો એક થાંભલો ધરાસાહિ થયો ઉપરથી સ્લેબ પણ એક બાજુ બેસી ગયો મોટી મોટી તિરાડો પડવા માંડી હાઈસ્કુલમાં ૫૦૦ વિધાર્થીઓ ભણી રહ્યાં છે. જો કે આ ઘટના વખતે કોઈ વિધાર્થી હાજર ન હોય જાનહાની ટળી હતી. એજન્સી દ્વારા એકદમ બોગસ કામગીરી કરવામાં આવી ૨૦ લાખ રૂપિયા જેવી કમ જો પાણીમાં જતી હોય તો આમાં તપાસ થવી જોઈએ, જ્યારે કામ શરૂ થયું ત્યારે દેવગાણા ગામ પંચાયત દ્વારા વિભાગમાં ચાર વાર રજુઆત કરવામાં આવી હતી. ૬ મહિના કામ પણ બંધ રાખ્યું ત્યારબાદ ફરી કામ શરૂ કરવામાં આવ્યું તે પણ આવું બોગસ કામ થયું. ગામમાં કામ થતાં હોય ત્યાં જવાબદાર દરેક વ્યક્તિની જવાબદારી હોય સરપંચ તાલુકા પંચાયત સદસ્ય જીલ્લા પંચાયત સદસ્ય હોય કે સ્કૂલનાં પ્રિન્સિપાલ હોય આ બધાની ફરજમાં આવે છે ત્યારે આવા નબળા કામ અંગે યોગ્ય તપાસ કરી નક્કર કામગીરી કરવા માંગણી ઉઠી છે.