હળવદ તાલુકાના મેરુપર ગામે આવેલી કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં દીકરીઓ ઉપર સિતમ ગુજારવામાં આવતા 17 દીકરીઓની તબિયત લથડતા ગતરાત્રીના હળવદ હોસ્પિટલમાં ખસેડાયા બાદ આજે આ દીકરીઓના વાલીઓએ બાલિકા વિદ્યાલય ખાતે હોબાળો મચાવ્યો હતો.આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના મેરુપર ગામે કસ્તુરબા ગાંધી બાલિકા નામથી સરકારી વિદ્યાલયમાં ચાલે છે જે બે દિવસથી વિવાદમા આવ્યુ છે. ધો.8ની 17 વિદ્યાર્થિનીઓને ભણાવ્યા વગર પરીક્ષા આપવાનુ શિક્ષકો દ્ધારા કહેવામા આવતા વિવાદ ઉભો થયો છે. વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપવા ઇન્કાર કરતા બે શિક્ષિકાઓએ માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. અને માનસિક ત્રાસ આપવાથી 17 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી.વધુમાં આ તમામ દીકરીઓને ગઇકાલે હળવદ સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામા આવી હતી. અને વિદ્યાર્થીનીઓ તરફ આચાર્ય રહેતો એમને પણ દબાવાનો આક્ષેપ થયા છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે આચાર્ય અમૃતાબેન જ ઉભો કરતા હોવાનો શિક્ષિકાઓએ આક્ષેપ પણ કર્યો છે. જો વિદ્યાર્થીનીઓને માર મરાયો હોય તો ક્યાક ઇજા દેખાવી જોઇએ જે નથી જોવા મળતી એટલે કે શિક્ષકોનો આંતરીક ડખ્ખાના કારણે સમગ્ર વિવાદ ઉભો થયો હોવાનુ ચર્ચાઇ રહ્યું છે.