મહેમદાવાદ શહેર મા આવેલ મામલતદાર કચેરી ના તમામ કર્મચારીઓ, ઓપરેટરો, અધિકારીઓ,પટાવાળા થી લઈને દરેક ડિપાર્ટમેન્ટ મા કામ કરતા સમગ્ર અચોક્કસ મુદત ની હરતાડ ઉપર જતા મામલતદાર કચેરી થઇ વિરાન... સુમસાન... ખાલીખમ...???!!!

   આજે અનેક અરજદારો પોતાના કામ અર્થે આવતા અને નિરાશા સાથે પરત ફરિયા કેમ કે આ બાબતની તેમને જાણ ના હોઈ ધર્મધક્કા ની પરિસ્થિતિ થતા હેરાન પરેશાન થયા હતા.

  હાલ મા જયારે અનેક ખાતાકીય તેમજ સંસ્થા અને સરકારી સેન્ટરો મા કામ કરતા જેવા અનેકો આવેદનપત્રો આપી રહિયા છે ત્યારે મહેમદાવાદ મામલતદાર કચેરી તેમજ કોન્ટ્રાક્ટ પર કામ કરતા તમામ પોતાની માંગણીઓને લઇને જેવી કે " આઉટસોસીંગ કોન્ટ્રાક્ટ બંધ કરો, આઉટસોર્સિંગ બંધ કરી કાયમી કરો, આઉટસોસીંગ કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ બંધ કરો, આઉટસોસીંગ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરો, પી. એફ, પગાર વધારા જેવા અનેક પ્રસ્નો ને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરેલા છે અને આ બાબતે કલેકટર કચેરીએ પહોંચ્યા છે તો કચેરી મા અલગ અલગ પદ ઉપર કામ કરતા કર્મચારી તેમજ અધિકારીઓ પણ પોતાના 17 મુદ્દાની માગને લઇને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરેલા છે.

   લોકમુખે ચર્ચા મુજબ કલેક્ટર શ્રી તેમજ મામલતદાર સાહેબ તેઓને શક્ય એટલી મદદ કરવાની અને તેમને રજૂઆત કરેલ માગણીઓની સરકારમાં જાણ તેમજ રજુઆત કરી શક્ય એટલા સૌ ને લાભ મળે તેવી કોસીસ કરશે એવી ચર્ચા કરી રહ્યા છે.

    હવે જોવાનું રહ્યું કે આ અચોક્કસ મુદતની હડતાલનો અંત આવે છે કે કેમ...???!! તેમણે કરેલી માગણીઓ, રજૂઆતો ને સરકારશ્રી તરફથી સમર્થન મળે છે કે કેમ...???!! કારણ કે આ હડતાલ ને લઈને કચેરીના કામકાજ ઠપ્પ થવાથી મહેમદાવાદ શહેર તેમજ તાલુકાના અનેક ગામડાના અરજદારો ના કામ અટકી જશે...