માનવ વસાહતમાં સિંહની અવરજવર વધી
જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ ઘૂસી
આવતા હોવાની ઘટનાઓ સામે આવી છે. થોડા દિવસ પૂર્વે
જ શહેરની સોસાયટી અને એક હોટલ સુધી સિંહ પહોંચ્યા
હતા. ત્યારે ગતરાત્રિએ ભવનાથમાં અશોક શિલાલેખ પાસે
બે બાળસિંહ અને બે સિંહણના આંટાફેરા જોવા મળ્યા
હતા.
વનકર્મીઓની હાલ હડતાળ ચાલી રહી છે
પડતર પ્રશ્નોને લઈ હાલ વનરક્ષકો હડતાળ પર ઉતર્યા છે
જેમાં જૂનાગઢના 70 કર્મચારીઓ અને ભવનાથમાં ફરજ
બજાવતા 5 થી 6 કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે.
જેના કારણે સિંહની સુરક્ષાને લઈ પણ સવાલો ઉઠ્યા છે.ત
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ