જે ડિવીઝનમાં મદદનીશ પોલીસ કમિશ્નનર તરીકે
નિમણૂક કરાઇ
જૂનાગઢના ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની અમદાવાદ
બઢતી સાથે બદલી કરાઇ છે. આ અંગે મળતી વિગત મુજબ
ગુજરાત સરકારના ગૃહ વિભાગે 17 સપ્ટેમ્બરે રાજ્યના 82
ડિવાયએપી(બિન હથિયારધારી)ની કરી છે.આમાં જૂનાગઢના
ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો પણ સમાવેશ થાય છે.
તેમની અમદાવાદ ખાતેના જે ડિવીઝનમાં મદદનીશ પોલીસ
કમિશ્નર તરીકે બઢતી સાથે બદલી કરાઇ છે.દરમિયાન
જૂનાગઢમાં ડિવાયએસપી તરીકેની ફરજ બજાવી પ્રદિપસિંહ
જાડેજાએ અનેક લોકોના પ્રશ્નોને ઉકેલ્યા હતા.
સામાજીક, પારિવારિક સમસ્યા હોય કે કોઇ માથાભારેનો
ત્રાસ હોય સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ જેની કોઇ
ઓળખાણ પણ ન હોય તેવા લોકો તેમની ઓફિસમાં જઇ
રજૂઆત કરતા અને તે સમસ્યા તેઓ ચપટીમાં ઉકેલી દેતા
હતા. આમ, તેમની ઓન ધ સ્પોટ કામગીરી કરવાની રિતના
કારણે અનેક લોકો તેને તિસરી અદાલતની ઉપમા આપતા
હતા.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ