કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં મેરૂપરની ઘટનામાં શિક્ષિકાઓના ત્રાસથી હોસ્ટેલ છોડી ગયેલ વિદ્યાર્થીનીઓને ધમકાવાતા તબિયત બગડી 

હળવદ તાલુકામા શિક્ષણ જગતને કંલકીત કરતો કિસ્સો આવ્યો સામે તેમાં ખાસ કરીને બેટી બચાવો બેટી પઢાઓ માં જ દિકરીઓ ભણે છે ભયના ઓથારે જુઓ શું છે કિસ્સો હળવદ તાલુકાના મેરૂપર ગામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં શિક્ષિકાઓ દ્વારા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ પાસે ઘરકામ કરાવવાની સાથે પોતાના બાળકો સાચવવાની વેઠ કરાવવામાં આવતી હોવાથી ગઈ કાલે 17 બાળકીઓ હોસ્ટેલ છોડી ચાલી નિકળયા બાદ ઇન્ચાર્જ અધિકારી અને બે શિક્ષિકાઓ દ્રારા વિદ્યાર્થીનીઓને દબાણ કરી ત્રાસ ગુજારતા હોસ્ટેલ છોડી ગયેલ 17 વિદ્યાર્થીનીઓની તબિયત બગડતા હળવદ સારવારમાં ખસેડવામાં આવી હતી જ્યારે વિધ્યાર્થીનીઓ દ્વારા શિક્ષિકાઓ તેમજ ઇન્ચાર્જ અધીકારી સામે ત્રાસ તથા માનસિક ત્રાસ ના કર્યા છે સણસણતા આક્ષેપો

જ્યારે આ ધટના ધટીત થતાં વાલીઓ રોષ ભભુકી ઉઠયો હતો ખરેખર તો શુ ઇન્ચાર્જ અધીકારી અને શિક્ષિકાઓ દ્રારા આવું અમાનુષીય કૃત્ય યોગ્ય લાગે છે આવા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી પદભ્રષ્ટ કરવા જોઈએ જ્યારે ૧૭ દિકરીઓ પૈકી કોઈ દિકરી ને કાંઈ પણ થાત તો જવાબદાર કોણ ?? શું દિકરીઓ હોસ્ટેલમાં ભણવા માટે મુકે છે કે પછી આવા શિક્ષિકાઓના ધરકામ માટે જ્યારે કિસ્સાએ ધણા સવાલો ઉભા કર્યા છે સમગ્ર ધટનાની ઉચ્ચતરે તપાસ થાય તો દુધ નું દુધ અને પાણી નું પાણી સત્ય બહાર આવે હાલ ઈન્ચાર્જ અધીકારી તથા બન્ને શિક્ષિકાઓ સામે લોકોનો ફિટકાર વરસી રહ્યો છે

રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ