પાટડી હાઈ-વે ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂા.2.83 લાખની કિંમતની 939 વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર સાથે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી પુછપરછમાં દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત પાંચના નામ ખોલ્યા છે. આ દરોડામાં દારૂ સહિત રૂા.10.94 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે.મળતી વિગતો મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી.કામરીયાની સુચનાથી પીએસઆઈ જે.ડી.બારોટ અને તેમની ટીમે સુરેન્દ્રનગર પાટડી જૈનાબાદ પાસે આવેલ રોડ ઉપર વોચ ગોઠવી હતી.તે દરમિયાન નંબર પ્લેટ વગરની ક્રેટા કાર પસાર થતાં તેને અટકાવી તલાસી લેતા તેમાંથી 939 બોટલ દારૂ મળી આવ્યો હતો.આ દારૂનો જથ્થો લાવનાર રાજસ્થાનના સાંચોરના ગીરધર ઢોરામાં રહેતા અશોકકુમાર નાનારામ બિશ્નોઈ અને સાંચોરના વર્ણવા ગામના હનુમાનરામ ઉદારામ બિશ્નોઈની ધરપકડ કરી રૂા.2.83 લાખનો દારૂ અને 8 લાખની કાર અને રોકડ સહિત રૂા.10.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં આ દારૂનો જથ્થો સાંચોરના પાછલા ગામના મનોહરકુમાર ઉર્ફે મનુએ દારૂ ભરી આપ્યો હતો.જ્યારે દારૂની લાઈન ચલાવનાર મુખ્ય આરોપી સાંચોરના પીરારામ પરાક્રમરામ રબારીનું નામ ખુલ્યું હતું. તેમજ હુન્ડાઈ ક્રેટાનો માલિક તેમજ સુરેન્દ્રનગર માલવણ ગામ પાસે દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર અને રાજસ્થાનથી દારૂ સપ્લાયર કરનાર ઠેકાના માલિકનું નામ ખુલ્યું છે. આ દરોડામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लोकसभा अध्यक्ष निर्वाचित होने पर ओम बिरला का किया अभिनंदन संसदीय गतिविधियों की ली जानकारी
सेवारत एवं सेवानिवृत अधिकारियों के प्रतिनिधि मंडल ने माननीय ओम बिरला के लगातार दूसरी बार लोकसभा...
પેટલાદના દંતેલી ગામેથી 9 ગધેડાની ચોરી
પેટલાદ તાલુકાના દંતેલી ગામેથી રાત્રિના સમયે ૯ ગધેડાની ચોરી થાઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં પશુ ચોરો...
ડાંગના વઘઇમાં આશ્રમ શાળાના 94 બાળકોને ફૂડ પોઈઝનીંગ@Sandesh News
ડાંગના વઘઇમાં આશ્રમ શાળાના 94 બાળકોને ફૂડ પોઈઝનીંગ@Sandesh News
পাকঘৰত প্ৰকাণ্ড হেতা লৈ কি কৰিছে মুখ্যমন্ত্ৰী ডঃ হিমন্ত বিশ্ব শৰ্মাই?
অক্ষয় পাত্ৰ ফাউণ্ডেচনৰ ৰান্ধনীশালত নিৰীক্ষণ কৰিলে মধ্যাহ্ন ভোজনৰ খাদ্য। যোৰহাটত প্ৰকাণ্ড হেতা লৈ...
মৰিগাঁৱত জল জীৱন মিচনৰ অগ্ৰগতি সন্দৰ্ভত জনস্বাস্থ্য কাৰিকৰী বিষয়াৰে মন্ত্ৰীৰ বৈঠক।
চৰকাৰৰ জনস্বাস্থ্য কাৰিকৰী, দক্ষতা বিকাশ, নিযুক্তি, উদ্যমীতা আৰু পৰ্যটন আদি বিভাগৰ মন্ত্ৰী জয়ন্ত...