પાન તલાવડી ગામેથી જુગાર રમતા ત્રણ જુગારીયા ઝડપાયા

એમ.એસ ભરાડા પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાના ઓએ જિલ્લામાં દારૂ અને જુગારના દુષણને ડામવા અને અસરકારક કામગીરી કરવા માટે આપેલી સૂચના અનુસાર ગરૂડેશ્વર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા જે દરમિયાન તેઓને બાતમી મળેલ કે ગરુડેશ્વર તાલુકા ના પાન તલાવડી ગામે કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા માટે પાના પત્તા વડે પૈસાનો હાર-જીતની જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે ગરૂડેશ્વર પોલીસ દ્વારા પણ તલાવડી ગામે જુગાર અંગે રેડ કરતાં પોતાના આર્થિક ફાયદા માટે પાનાં પત્તાં વડે હાર જીત નો જુગાર રમી રમાડતા ત્રણ જુગારીયા ઝડપાઇ આવ્યા

ગરુડેશ્વર પોલીસે ઝડપાયેલા આરોપીને અંગ ઝડતી માં મળેલા રોકડા રૂપિયા 270 તથા ઉપર લગાડેલા 170 તથા જુગાર અંગે ના સાહિત્ય મળી કુલ 440 ના મુદ્દામાલ સાથે આરોપી (1) હિતેશભાઈ ગીરીશભાઈ ભીલ (2) લાલુભાઈ અશોકભાઈ ભીલ (3) અલ્પેશભાઈ કાશીરામ ભીલ નાઓને ઝડપી પાડીને તમામ આરોપીઓ વિરુદ્ધ ગરૂડેશ્વર પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે