એક તરફ તંત્ર દ્વારા સુવિધા સભર શિક્ષણની વાતો થઈ રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ઘણા એવા ગામો છે કે, જ્યાં પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓને મજબૂરીવશ કાદવ વાળા રસ્તે અભ્યાસ માટે જવા મજબુર થવું પડે છે. તંત્ર દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધા પહોંચી હોવાના દાવા અહીંયા પોકળ સાબીત થતાં જોવા મળે છે.
કીચડ વાળો રસ્તો પસાર કરી અભ્યાસ માટે જવા મજબૂર
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ એવા મેઘરજ તાલુકાના અજુના બાઠીવાડા ગામે ભગત ફળિયા વિસ્તારમાં આઝાદી પછી ક્યારે પાકા રસ્તાની સુવિધા પ્રાપ્ત થઈ નથી. આ રસ્તો હાલ પણ કાદાવ કીચડથી ખદબદે છે અને પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળે છે. ગામલોકોને આવા ગંદકી વાળા રસ્તા પર થઈને પસાર થવું પડે છે, સૌથી વધારે દયનિય પરિસ્થતી તો વિદ્યાર્થીઓની છે. આવતીકાલનું ઉજળું ભવિષ્ય એવા નાના વિદ્યાર્થીઓને પણ મજબૂરીવશ આવા કીચડ વાળો રસ્તો પસાર કરીને અભ્યાસ માટે જવું પડે છે.