મહે . પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ , અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ મિલ્કત સબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પો.સ્ટે . વિસ્તારમાં સધન પેટ્રોલીંગ કરવા તેમજ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી નાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોય . જે અન્વયે લાઠી સર્વેલન્સ ટીમ તથા લાઠી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ભવાની સર્કલ પાસે આવતા ચાર ઇસમો શંકાસ્પદ હાલતમાં આવતા મજકુર ઇસમોને ઉભા રાખી ચેક કરતા તેની પાસેથી છ મોબાઇલ જોવામાં આવેલ જે મોબાઇલ બાબતે મજકુર ઇસમોને પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતા હોય અને કોઇ સંતોષ કારક જવાબ આપતા ન હોય અને આ મોબાઇલ બાબતે તેની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ હોય તો રજૂ કરવા અંગે જણાવતા આવા કોઇ બીલ કે આધાર પુરાવા પોતાની પાસે નહિ હોવાનું જણાવતા હોઇ જેથી મજકુર ઈસમોની પુછપરછ કરી તેની પાસેથી મળી આવેલ જુદી જુદી કંપનીના મોબાઈલ આધાર પુરાવા કે બીલ વગરના છ મોબાઈલ કિ.રૂ .૫,૦૦૦ / -ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પકડાયેલ ઈસમો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપીઓની વિગત ( ૧ ) ખેલસીહ પ્યારસીહ અનાર ઉ.વ .૨૦ ધંધો. - મજુરી, રહે. - મુળ ઢીલવાની,કાચલ્યાંપરા, તાકુકરી, જી . ધાર,( એમ.પી. ) હાલ- આસરાણા તા.મહુવા જી.ભાવનગર કાન્તિભાઇ મકવાણાની વાડીએ ( ૨ ) અજીત પ્યારસીઝ બનારે ઉ.વ .૨૪ ધંધો .મજુરી, રહે - મુળ હીલવાની કાચલ્યાપરા તા.કુકરી, જી . ધાર.એમપી ) હાલ રહે- આસરાણા તા.મહુવા જી.ભાવનગર કાન્તિભાઇ મકવાણાની વાડીએ ( 3 ) સુરપાલ લાલસીહ અલાવા ઉંવ .૨૦ ધંધો- મજુરી રહે- સાવડ તા ફકશી જી . ધાર ( એમ.પી ) હાલ રહે - જરખીયા તા.લાઠી જી.અમરેલી ( ૪ ) સ્વાસીહ લાલસીહ અલાવા ઉવ .૨૧ ધંધો- મજુરી રહે. સડાવડ, તા.કૂકશી,જી . ધાર ( એમપી ) હાલ રહે- આસરાણા તા.મહુવા જી ભાવનગર કાન્તિભાઇ મકવાણાની વાડીએ પકડાયેલ મુદામાલ ( ૧ ) છ અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ તથા સાદા મોબાઈલ જેની કી.રૂ .૫,૦૦૦ / આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સુચનાને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તથા લારી પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે . રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી