ડીસા શહેરમાં દશેરા પર્વ નિમિત્તે આજરોજ ત્રણ હનુમાન મંદિર ખાતે ક્ષત્રિય જાગીરદાર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ડીસા સહિત જિલ્લાના હોદેદારો આગેવાનોની બેઠક યોજાઈ હતી દર વર્ષે ડીસા શહેરમાં ક્ષતિય જાગીરદાર સમાજ નવરાત્રીના છેલ્લા દિવસ એટલે દશેરાના દિવસે શસ્ત્ર પુજન કરી ભવ્ય શોભાયાત્રા યોજાય છે ત્યારે આ વર્ષે પણ ક્ષતિય જાગીરદાર સમાજ દ્વારા શસ્ત્ર પુજન સાથે શોભાયાત્રાના આયોજનના ભાગરૂપે આજરોજ જાગીરદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં શોભાયાત્રાની તૈયારીના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથેસાથે આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી દરેક રાજકીય પક્ષો દ્વારા ક્ષતિય જાગીરદાર સમાજને ટીકીટની ફાળવણી કરવામાં આવે તેવી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માંગ કરવામાં આવી હતી અને ક્ષત્રિય જાગીરદાર સમાજ અને કરણી સેના દ્વારા અંબાજી સુધી બાઈક રેલી યોજી મા જગદંબાને ધ્વજારોહણ કાર્યક્રમ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલ ક્ષત્રિય જાગીરદાર સમાજના મોટીસંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં આ પ્રસંગે ક્ષત્રિય સમાજના અગ્રણી બહાદુરસિંહ વાઘેલા લાલસિંહ ઝાબડીયા વનરાજ સિંહ જાડેજા બાબરસિહ તેમજ નામી અનામી હોદેદારો આગેવાનો અને વિવિધ ગામોના ક્ષત્રિય સમાજના સરપંચો વગેરે હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢ: ભેંસાણના લોકો ગૌચરની જમીન પર કરાયેલ દબાણ દૂર કરાવવા બાબતે મામલતદારશ્રીને પાઠવ્યું આવેદનપત્ર
જુનાગઢ: ભેંસાણના લોકો ગૌચરની જમીન પર કરાયેલ દબાણ દૂર કરાવવા બાબતે મામલતદારશ્રીને પાઠવ્યું આવેદનપત્ર
અમદાવાદ મેમનગર BRTS સ્ટેશન પાસે BRTS બસમા આગ
અમદાવાદ મેમનગર BRTS સ્ટેશન પાસે BRTS બસમા આગ
সোণাৰিত চাহ শ্ৰমিকৰ তিনি ঘন্টীয়া অৱস্থান ধৰ্মঘট।
সোণাৰিত চাহ শ্ৰমিকৰ তিনি ঘন্টীয়া অৱস্থান ধৰ্মঘট।
অসম চাহ মজদুৰ সংঘৰ টিয়ক,...