વિશ્વાસ થી વિકાસયાત્રા

**

વિધાનસભાના દંડકશ્રી પંકજભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના સ્વસહાય જૂથની મહિલાઓના ઉત્કર્ષ માટે વહિવટી તંત્ર દ્વારા ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો

સરકારના કર્મચારીઓના લઘુતમ વેતનમા વધારો કરી સરકારે સરકારી કર્મચારીઓ માટે પહેલ કરી છે. : -વિધાનસભાના દડકશ્રી પંકજભાઇ દેસાઇ

​ગુજરાત રાજ્યમા ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ની ઉજવણી થઇ રહી છે ત્યારે ખેડા વહિવટી તંત્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેડાના સયુંક્ત ઉપક્રમે દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાનના આશયથી વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ખેડા જિલ્લાના નડિયાદ ઈપ્કોવાલા હોલ ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો.    

​વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઈ દેસાઈએ સ્વસહાય જૂથોની કામગીરી બિરદાવી. ઉપરાંત મુખ્ય દંડકશ્રીએ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને ઈશ્વરથી તેમના નિરોગી સ્વાસ્થ્યની પ્રાર્થના કરી.

​વિધાનસભાના દંડકશ્રીએ જણાવ્યું કે, ગુજરાત વિકાસ કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે, અને ગુજરાતની જનતાની સુખાકારી માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર હંમેશા જનતાની સાથે હોય છે. વધુમાં તેમને ઉમેર્યું કે, ગુજરાતના વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ના આ બજેટ એ વિકાસલક્ષી બજેટ છે. આ બજેટ ગત વર્ષના બજેટ કરતા ૧૭૦૦૦ કરોડ વધુનું જન સુખકારી બજેટ છે. આરોગ્ય ક્ષેત્રે ગુજરાતના નાગરીકોને ગુણવત્તા સભર આરોગ્ય આપવા માટે રાજકોટ ખાતે એઇમ્સનું નિર્માણ થઇ રહ્યું છે. સાથોસાથ દંડકશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં ૯૭% ભાગમાં "નલ સે જલ " પહોંચ્યું છે. રાજ્યની ૩૬ લાખ મહિલાઓને ગેસ કનેક્શન મળ્યું જે ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતમાં બન્યું છે. ગર્ભવતી માતાની ૧૦૦૦ દિવસ સુધી બાળકની સંભાળ માટે “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” સરકારે અમલમાં મૂકી છે. "ભિક્ષા નહિ શિક્ષા”ના મંત્ર સાથે મોબાઈલ સ્કૂલ ગુજરાતમા કાર્યરત છે.

​વધુમા દંડકશ્રીએ ઉમેર્યુ કે, ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા વર્ગોના ૧.૭૦ કરોડથી વધુ બેંક ખાતા ખોલવામા આવ્યા છે. પ્રવાસન ક્ષેત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર ભારતમાં આક્રર્ષણનું કેંદ્ર બન્યુ છે. નારી સશક્તિકરણની વાત કરતા દંડકશ્રી એ જણાવ્યુ કે, ગુજરાતમાં મહિલા અને બાલ કલ્યાણ મંત્રાલયની અલગ રચના કરવામા આવી છે. જેમા “નારી ગૌરવ નીતિ” અમલમાં મુકનારુ ગુજરાત પ્રથમ રાજ્ય છે. સ્થાનિક સ્વરાજયની ચુટણીમા ૫૦% અને સરકરી નોકરીમાં ૩૩% મહિલાઓને અનામત આપવામાં આવે છે. ગુજરાતમાં મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવમા આવી છે. જેથી મહિલાઓ તાલિમ લઇને પોતના પગ પર ઉભી રહી શકે. ૨૫ લાખ સખી મંડલોની ૨૬ લાખ બહેનોનાં હાથમા રુપિયા ૧૬૦૦ કરોડના કારોબારની નોંધણી કરવામા આવી છે. ૧૧ લાખ થી વધુ ગંગાસ્વરૂપા બહેનોને આર્થિક સહાય યોજના હેઠળ ૧૨૫૦ની આર્થિક સહાય આપવામા આવે છે. ૫૪.૫૦ લાખ મહિલાઓએ જરૂરીયાતના સમયે ગુજરાતની અભયમ હેલ્પલાઇનનો લાભ લીધો છે. સાથોસાથ દંડકશ્રીએ મહિલાઓ માટે ખુબ ઉપયોગી સંકટ સખી એપ્લિકેશનની જાણકારી આપી.

​સરકારના કર્મયોગીની વાત કરતા દંડકશ્રીએ જણાવ્યુ કે, સરકારના કર્મચારીઓના લઘુતમ વેતનમા વધારો કરી સરકારે સરકારી કર્મચારીઓ માટે પહેલ કરી છે. સરકારી કર્મચારીઓને વધુ લાભ મળે તે માટે વ્યવસ્થા કરવામા આવી છે. તે માટે દંડકશ્રીએ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

​આ કાર્યક્રમ અંતર્ગત સખી મંડળની બહેનો માટે ફ્રી મેડીકલ ચેકઅપનું આયોજન હાથ ધરવામાં આવેલ જેમાં ૧૨૪૫ બહેનોનું ફ્રી મેડીકલ ચેકઅપ કરવામાં આવેલ. તેમજ તેમને તેમના આરોગ્ય અને નિરામય જીવન માટે માર્ગદર્શન આપવામાં આવેલ.  

​ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૬ સખી મંડળને રૂ.૨૪,૦૦,૦૦૦ રકમ નું CIF, તથા કુલ ૧૨ સખી મંડળ ને રૂ.૧૮.૫૦ લાખ રકમ નું કેશ ક્રેડીટ ચેકનું વિતરણ કરવામાં આવ્યું. શહેરી વિસ્તારના કુલ ૨ સખી મંડળ ને રકમ ૫,૬૯,૦૦૦ કેશ ક્રેડીટ ચેકનું વિતરણ કરવામાં આવ્યું.

​આમ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર આમ બંનેનાં કુલ ૧૭૬ સખી મંડળોને કુલ રૂ.૨૬૪૦૦૦૦૦ તેમજ ૭૫૦ સખી મંડળોને રૂ. ૯૨૬.૯૦ લાખ કેશ ક્રેડીટ આપવામાં આવ્યુ.  

​આ ઉપરાંત વિધાનસભાના દંડકશ્રી પંકજભાઇ દેસાઇઅએ ગ્રામ્ય અને શહેરી કક્ષાના સખી મંડળોને ચેક વિતરણ કર્યા. સાથોસાથ રિવોલ્વીંગ ફંડની રકમ સખી મંડળોને અર્પણ કરી. અને ખેડા જિલ્લાના મહેમદવાદ તાલુકાના કનીજ ગામે નવચેતન ગ્રામ સખી સંઘને રૂ.૯,૦૦,૦૦૦, નડિયાદ તાલુકાના સલુણ ગામે કાર્યરત શ્રેયા સખી સંઘને રૂ.૭,૫૦,૦૦૦ અને ઠાસરા તાલુકાના રાઠોડપુરા ગામના રાઠોડપુરા સખી સંઘને રૂ.૭,૫૦,૦૦૦ આપવામાં આવ્યા. અને દંડકશ્રી દ્વારા આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા હતા.

​આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયાતના પ્રમુખશ્રી નયનાબેન પટેલ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ શ્રી રંજનબેન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઇ દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજ્ન્સીના નિયામક શ્રી પી.આર.રાણા અને અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સખીમંડળની બહેનો હાજર રહ્યા હતા.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦