જૂનાગઢના વિજાપુર ખાતે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોના છાત્રાલયની જૂનાગઢના મેયર શ્રી ગીતાબેન સાથે મુલાકાત લઈ તેમના દ્વારા ચલાવવામાં આવતી કામગીરીની માહિતી મેળવી અને બાળકો સાથે હળવાશની પળો માણી.  

શ્રી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા સમાજ સેવાના આ ઉમદા કાર્ય માટે તેમને બિરદાવ્યા અને અનેકગણી શુભેચ્છાઓ પાઠવી.