તા-૧૩/૦૯/૨૦૨૨ ના રોજ દાખલ કરવામા આવેલ છે આ ગુન્હાના કામે હકિકત એવી છે કે ગઈ તા.૧૨/૦૯/૨૨ કલાક ૧૯/૦૦ થી તા.૧૩/૦૯/૨૨ વહેલી સવારના કલાક ૦૩/૩૦ દરમ્યાન કોઈ અજાણીયા ચોર ઈસમોએ મોજે મોટા સલરા ગામે આવેલ બેન્ક ઓફ બરોડા શાખામાં ચોરી કરવાના ઈરાદે આગળના ભાગે મેઈન શટલને મારેલ તાળા તોડી અંદર ગે.કા.પ્રવેશ કરી બેન્કમાં અંદરના ભાગે બેન્કનુ લોકર ના દરવાજાને મારેલ તાળુ તોડી દરવાજો ખોલી લોકર માંથી ચોરી કરવાની કોશીશ કરતા બેન્કનુ સાયરન વાગતા ચોર ઈસમો નાશી ગયેલ હોવાની ફરીયાદ ફરીયાદી શ્રી દક્ષિતકુમાર બાલુભાઈ જાતે.રોહીત ઉવ/૩૫ ધંધો નોકરી રહેવાસી હાલ સંતરામપુર નંદનવન સોસાયટીમાં સુરમાંભાઈ રામભાઈ વાગડીયાના મકાનમાં ભાડાથી જિ. મહીસાગર મુળ રહેવાસી માસર રોડ તા.પાદરા જિ વડોદરા નાઓએ આપતા ઉપરોકત નંબર થી ગુન્હો દાખલ કરવામા આવેલ અને તે ગુન્હાની તપાસ પોસઈ શ્રી સી.બી.બરંડા નાઓએ સંભાળી હતી. સદર ગુનાના કામે ફતેપુરા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.સી.બી.બરંડા તેમજ પો.સબ.ઈન્સ.સી.આર.દેસાઈ નાઓએ આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ હાથ ઘરેલ અને ચોરીના ગુન્હાના આરોપીઓ શોધવા માટે આધુનીક ટેકનોલોજીનો તથા ગુનાવાળી જગ્યાએથી “ સી.સી.ટીવી ફુટેઝ ” તથા “ હયુંમન ” “ ઇન્ટેલીજન્સ”નો ઉપયોગ કરી તેમજ ગુન્હાવાળી જગ્યાની નજીકમાંથી મળી આવેલ એક હોન્ડા ડ્રીમ યોગા મોટર સાઈકલ નંબર GJ.20.AE.2679 બાબતે “ ઈ ગુજકોપ ”નો ઉપયોગ કરી વાહન સર્ચ કરી વાહન માલિકનું સરનામું દાહોદ ચોસાલા ગામનુ હોવાનું જણાયેલ અને મોટર સાઈકલની ચોરી થયેલ ન હોવાનું જણાતા જે આધારે મોટર સાઈકલના માલીક બાબતે તપાસ કરેલ અને ડીવીઝનના લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારના સુથારવાસા ગામે પણ કોઈ ચોર ઈસમોએ ગ્રામીણ બેન્કમા ઘરફોડ ચોરી કરેલ જણાયેલ જેથી “ સી.સી.ટીવી ફુટેજ ” મેળવી જોતા એક આરોપીએ કાળા કલરનુ શર્ટ પહેરેલ તેના જેવું ડીઝાઈનવાળુ શર્ટ ગુનાવાળી જગ્યાએથી થોડે દુર કાળા કલરનું ડીઝાઈનવાળુ શર્ટ મળી આવેલ ફતેપુરા તથા લીમડી પોલીસની અલગ અલગ સયુંકત ટીમો બનાવી મોટર સાયકલના માલિકની તપાસ કરતા મોટર સાઈકલ અજયકુમાર રસુલભાઈ જાતે.ડામોર નાનો બે ત્રણ ચાર દિવસથી લઈ ગયેલ હોવાનું જણાતા આરોપીની વોચ તપાસમા રહી આરોપીના “ ટેકનીકલ સોર્સ ” આધારે આરોપી અજયકુમાર રસુલભાઈ જાતે.ડામોર ઉવ/૨૨ રહે.ચોસાલા ડુંગરી ફળીયું તા.જી.દાહોદ નાને લીમડી બસ સ્ટેન્ડમાથી પકડી પુછ પરછ કરતા તે તથા સહ આરોપી ભેગા મળી બેન્કની આજુબાજુ રહેણાક મકાનો આવેલ ન હોય બેન્કના મકાનોની દિવસ દરમ્યાન રેકી કરી તે પછી ચોરી કરવાનુ નકકી કરતા આરોપીએ આ સીવાય સહ આરોપીઓ સાથે મળી દોઢેક મહીના પહેલા ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે ભારત ફાયનાન્સ ઈન્ફયુલીન લીમીટેડની ઓફીસમાથી રાત્રીના સમયે ઘરફોડ ચોરી કરેલ તેમજ પંદર દિવસ પહેલા લીમડી નજીક બીલવાણી ગામે બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમા ઘરફોડ ચોરી કરવાનો પ્રયાસ કરેલ પરંતુ સફળતા મળવા પામેલ નહી અને ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.  ઉપયોગમા લીધેલ સાધનો ડ્રીલ મશીન તથા વાંદરી પાનુ તથા લોખડની કોસ તથા સી.સી.ટીવી ને છાંટવાનો સ્પ્રે તથા કટર મશીન. 

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી (

૧) સી.બી.બરંડા પો.સબ.ઇન્સ.ફતેપુરા (૨) સી.આર.દેસાઈ પો.સબ.ઇન્સ.ફતેપુરા (૩) વિનુજી મેરૂજી એ.એસ.આઈ.બ.નં. ૧૦૬૫ (૪) અર્જુનભાઇ સકરાભાઇ અ.હે.કો.બ.નં.૧૧૧૯ (૫) પિન્ટુંભાઇ સુભાષભાઇ અ.પો.કો.બ.નં.૧૧૬૪ (૬) મહેશભાઇ પ્રતાપભાઇ અ.પો.કો.બ.ન.૮૦૨ (૭) જીતેન્દ્રભાઇ ચુનીયાભાઇ આ.પો.કો.બ.નં.૩૬૬(૮) એમ.એલ.ડામોર પો.સબ.ઈન્સ. લીમડી પો.સ્ટે.(૮) શૈલેષભાઈ કરશનભાઈ અ.પો.કો.બ.નં.૭૦૭ લીમડી પો.સ્ટે.(૯) વિપુલભાઇ મંગળાભાઈ અ.હે.કો.બ.નં.૮૧૬ લીમડી પો.સ્ટે. (૧૦) રાજેન્દ્રભાઇ રૂપસીગભાઇ અ.હે.કો.બ.નં.૭૩૧