💫 *ગુનાની વિગત -*

             મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ,

            જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા રોહીતભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા ભરતસિંહ લાખાભાઇ તથા ધર્મેન્દ્રસિંહ રાજુભા તથા પોલીસ ટીમે રાજુલા ટાઉન વાવેરા રોડ જકાતનાકા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા કુલ-૦૬ શકુનિઓને રોકડા રૂ.૧૦,૮૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

💫 *પકડાયેલ આરોપીઓની વિગત*- 

(૧) સાદીકભાઇ હાજીભાઇ મન્સુરી (૨) જાહીદભાઇ દિલાવરભાઇ મઘીયા (૩) વજીરભાઇ ગુલાભાઇ કાજાણી (૪) સમસુદીનભાઇ ઉમેદઅલી વિરમાણી (૫) સવજીભાઇ પરશોતમભાઇ સોલંકી (૬) નિજારઅલી બાબુભાઇ મેંદાણી રહે.તમામ રાજુલા જિ.અમરેલી

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી