બૂંજેઠા નજીકથી મોટરસાયકલ સાથે ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ ઝડપી પાડતી તિલકવાડા પોલીસ

એમ એસ ભરાડા પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓ એ જિલ્લામાં દારૂ અને જુગારના દુષણને ડામવા અને અસરકારક કામગીરી કરવા માટે આપેલી સૂચના અનુસાર તિલકવાડા પોલીસ સ્ટેશનના PSI પરમાર તથા ASI રમેશભાઈ પો કો જયેશભાઈ સહિત અન્ય પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા દરમિયાન તેઓને બાતમી મળેલ કે ઉતાવરી ચોકડી તરફથી એક મોટરસાઇકલ ચાલક ઇંગ્લિશ દારૂ લઈને જતા તરફ નીકળવાનો છે જે બાતમીના આધારે તીલકવાળા પોલીસ સ્ટાફના માણસો બુજેઠા ચેકપોસ્ટ પાસે વોચ રાખી નાકા બંધી માં હતા જે દરમિયાન એક બજાજ પલ્સર મોટરસાયકલ ચાલક આવતાં પોલીસ સ્ટાફના માણસો જોઈ બૂંજેઠા ગામ તરફ ભાગી જઈ રોડની સાઈડમાં મોટરસાયકલ ફેંકીને ભાગી નીકળ્યો હતો તીલકવાળા પોલીસ સ્ટાફના માણસોએ મોટરસાયકલની તપાસ કરતાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો

તિલકવાડા પોલીસે ઈંગ્લીશ દારૂના 750 ML ના પ્લાસ્ટિકના હોલ નંગ 42 કિંમત રૂ 16.926 તથા પ્લાસ્ટિકના 180 ML ના કોટરીયા નંગ 34 કિંમત રૂપિયા 3400 તથા ઈંગ્લીશ દારૂની બિયરના 500 ML ના ટીન નંગ 56 કિંમત રૂપિયા 5600 તથા પલ્સર મોટરસાયકલ કિંમત 50.000 મળી કુલ 75.926 ના મુદ્દામાલ કબજે કરીને ભાગી ગયેલા આરોપી વિરુદ્ધ તિલકવાડા પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરીને ભાગી નીકળેલા આરોપીને ઝડપી પાડવા માટે ચારે દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે