વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહેસાણાના ધરોઈથી અંબાજી 82 કિલોમીટર સુધીની સાયકલોથન યાત્રા યોજાઇ હતી. આ સાયકલોથન યાત્રા ધરોઈથી વિવિધ ગામડાઓમાંથી પસાર થઇ 82 કિ.મી. ની યાત્રા પૂર્ણ કરી શક્તિપીઠ અંબાજી પહોંચી હતી. આ સાયકલોથનમાં જોડાયેલા તમામ સાયકલિસ્ટો એ 52 ગજની એક ધજાને 21 નાની ધજાઓ સાથે માં અંબે ના દરબાર માં બોલ માડી અંબે.... જય જય અંબે.... ના નાદ સાથે પહોંચ્યા હતા. આ ટીમની સાથે બૉલીવુડના કલાકાર અને પ્રોડ્યૂસર મિલિન્દ સોમણ પણ જોડાયા હતા અને માં અંબાને ધજાઓ ચઢાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે પ્રાર્થના કરી હતી.