ગીરસોમનાથ 108 દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

--સોમનાથ, તા. ૦પ: સ્વસ્થ અને સારૂ જીવન જીવવા માટે ખોરાક સાથે પર્યાવરણ પણ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે શુદ્ધ હવા લેવા માટે આ માટેનુ સારૂ પર્યાવરણ હોવું પણ જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને પ્રતિવર્ષ પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે.

જે અંતર્ગત જીવનરક્ષક એવા 108 વિભાગ દ્વારા પર્યાવરણ રક્ષક બનીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સિવિલ સર્જન શ્રી ડૉ. જિજ્ઞેશ પરમાર અને સામાજિક વનીકરણ કચેરીના કર્મચારીઓની ઉપસ્થિતિમાં 108 વિભાગના કર્મચારીઓએ સાથે મળીને વેરાવળ ઉપરાંત 108ના કર્મચારીઓ દ્વારા સુત્રાપાડા, કોડિનાર સહિત તમામ તાલુકાના વિવિધ સ્થળોએ 14 જેટલી 108 એમ્બ્યુલન્સ લોકેશનના માધ્યમથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ‘વધારે વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો’ની અપીલ કરવામાં આવી હતી.