કેન્દ્રીય પશુપાલન મત્સ્ય ઉદ્યોગ, ડેરી મંત્રીશ્રી પરષોત્તમભાઈ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રૂપાલાના નેતૃત્વમાં અમરેલી જિલ્લાના સમુદ્ર તટે અલગ-અલગ જગ્યાએ સફાઈ અભિયાન યોજાયું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ધાયુની કામના સાથે સમુદ્ર તટ સફાઈ અને રક્તદાન અભિયાન સંપન્ન

અમરેલી, તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ (શનિવાર) તા.૧૭ સપ્ટેમ્બરને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ સાથે જ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ પણ હોવાથી અમરેલી જિલ્લાના ૬૦ કિ.મી. જેટલા સમુદ્ર તટ પર ૦૬ અલગ અલગ જગ્યા અભિયાન અંતર્ગત રાજુલાના ચાંચ અને જાફરાબાદ તાલુકાના વરુડી માતા મંદિર વઢેરા, સરકેશ્વર મહાદેવ મંદિર બલાણા, રતનેશ્વર મહાદેવ મંદિર, રોહિસા અને ધારાબંદર ખાતે સમુદ્ર તટ સ્વચ્છતા અભિયાન અને રક્તદાન કેમ્પનું સફળ આયોજન કેન્દ્રીય કેન્દ્રીય પશુપાલન-મત્સ્ય ઉદ્યોગ, ડેરી મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાના નેતૃત્વમાં સંપન્ન થયુ હતુ. કેન્દ્રીય અર્થ સાયન્સ મંત્રાલયના નેજા હેઠળ સમગ્ર દેશમાં યોજાયેલા આ કાર્યક્રમની શ્રૃંખલાના ભાગરુપે શનિવારે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બલાણા

ખાતે આવેલા સરકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આવેલા સમુદ્રતટે મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને લગભગ ૦૩ કિમી જેટલી મોટી માનવ સાંકળ બાંધી સમુદ્ર કિનારાની સફાઈ કરવામાં આવી હતી. 

 આ કાર્યક્રમ વિશે કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યુ કે, ભારત સરકારના અર્થ સાયન્સ વિભાગે આજે દેશના સમગ્ર સમુદ્ર કિનારાને સ્વચ્છ કરવાનું હાથ ધર્યુ છે, સરકેશ્વર મહાદેવને પ્રાર્થના કરી પ્રધાનમંત્રીશ્રીના દિર્ધાયુ આયુષ્યની પ્રાર્થના કરી અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આશરે ૦૩ કિલોમીટર લાંબી સાંકળ બાંધીને કિનારાને સ્વચ્છ કરવામાં આવ્યો. બાળકોને આ સ્વચ્છતા અભિયાનમાં ખૂબ રુચિ થઈ છે.'

   આ કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી, પૂર્વ સંસદિય સચિવશ્રી. હીરાભાઈ સોલંકી, ગ્રામ વિકાસ સચિવશ્રી જોશી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા ઉપરાંત વિદ્યાર્થીઓ, કોસ્ટગાર્ડના જવાનો, સહકારી અને સામાજિક આગેવાનો જોડાયા હતા. 

રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી