બનાસકાંઠામાં રેવન્યુ વિભાગમાં આઉટસોર્સિંગ થી કામ કરતા કર્મચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતનને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

  બનાસકાંઠા સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓને નજીવુ વેતન આપવામાં આવે છે જેનો વિરોધ જોવા મળ્યો હતો. આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓએ શનિવારે પાલનપુર કલેકટર કચેરીના બગીચામાં એકત્ર થઈ સરકાર દ્વારા આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેમજ સમાન કામ સમાન વેતનને લઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જો માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્રઆંદોલન કરવાની ચીમકી કર્મચારીઓ ઉચ્ચારી હતી.