બનાસકાંઠાની આશાવર્કરો તેમજ ફેસીલીટર બહેનો દ્વારા સરકારના ઇનસેટિવ વધારાનો વિરોધ....
બનાસકાંઠાની આશા વર્કરો તેમજ ફેસીલેટર બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ છેલ્લા કેટલાય દિવસથી હડતાલનો માર્ગ અપનાવ્યો હતો. જેથી સરકારે આશા વર્કરને 5,000 સુધીનો વધારો કરાયો છે.જે ઇનસેટિવ છે.કે ફિક્સ વેતને તેની ચોખવટ કરવામાં નથી આવી જેથી આશા વર્કરો દ્વારા સરકાર દ્વારા આપેલી આ લોલીપોપ સામાન ઇન્સેટિવ ને ફગાવી પોતાનો આંદોલનનો માર્ગ ચાલુ રાખ્યો છે અને આજરોજ પાલનપુર જિલ્લા પંચાયતના બગીચામાં આશા વર્કરો અને ફેસીલીટર બહેનો એકત્ર થઈ સરકારનો વિરોધ કર્યો છે તેમજ જિલ્લા પંચાયત ખાતેથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.