:- 17/09/2022 ને શનિવારના રોજ ગળતેશ્વર તાલુકાના ઇટાળા ગામે રાત્રે લગભગ 09:00 વાગ્યાંની આસપાસ ગામની બાજુના તળાવમાંથી અંદાજિત 3, ફુટની લંબાઈ ધરાવતો મગર ગામમાં આવી ચઢ્યો હતો. જેથી ગામના લોકોમાં ગભરાટ સાથે ડરનો માહોલ જોવા મળ્યો હતો. તેથી ગામના સરપંચશ્રી ખાંટ કિરીટકુમાર જેન્તીભાઇએ ફ્રેઈન્ડ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના સભ્ય રામસિંહભાઈ પરમારને જાણ કરતા તેમને NGO ના જિલ્લા પ્રમુખશ્રી પ્રહલાદસિંહ પરમારને જાણ કરી હતી. તેમને ગળતેશ્વર તાલુકાના RFO સાહેબશ્રી વિજયભાઈ પટેલને જાણ કરી હતી. સમગ્ર રેસ્ક્યુ સાહેબશ્રી વિજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ રામસિંહ પરમાર અને મુકેશભાઈ પરમારે મગરને રેસ્ક્યુ કરી વન વિભાગની મદદથી તેને માનવ વસવાટથી દૂર સાનુકૂળ જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો.

રિપોર્ટર: રિઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર