ડીસામાં જૈન સમાજ દ્વારા અનોખું રક્તદાન કેમ્પ યોજાયું
વિશ્વની સૌથી મોટી રક્તદાન સંસ્થા અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા દર વર્ષે 17 સપ્ટેમ્બરે મેગા રક્તદાન શિબિર યોજી લાખો બોટલ રક્ત એકત્ર કરવામાં આવે છે.જે અંતર્ગત આજે ડીસામાં પણ અલગ અલગ જગ્યાએ રક્તદાન કેમ્પ યોજિ સંસ્થા દ્વારા રક્ત એકત્ર કરી સમગ્ર દેશમાં આજે રક્ત એકત્ર કરવાનો નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો. . ..
અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ જૈન યુવકો દ્વારા ચાલતી સેવાકીય સંસ્થા છે. આ સંસ્થાની સ્થાપના 1964 માં કરવામાં આવી હતી જેનો આજે 58 મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે .આ સંસ્થા દ્વારા વર્ષ 2012 માં મહારક્તદાન અભિયાન શરૂ કરાયું હતું.જેમા જૈન ગુરુદેવોના શુભ આશીર્વાદથી ધીરે ધીરે રક્ત દાતાઓના સહયોગથી વિશ્વની રક્તદાન કરતી સૌથી મોટી સંસ્થા બની ગઈ છે. વર્ષ 2012 માં 17 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પ યોજી એક જ દિવસમાં 1 લાખ થી વધુ યુનિટ રક્ત એકત્ર કરી ગીનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.ત્યારે સંસ્થા દ્વારા આ વર્ષે પણ 17 સપ્ટેમ્બરે રક્તદાન કેમ્પ યોજી 1.50 લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જે અંતર્ગત તેરાપદ યુવક પરિષદ દ્વારા બનાસકાંઠામાં ડીસા ભારતીય સ્ટેટ બેન્ક મુખ્ય બ્રાન્ચ તથા હાઇવે બ્રાન્ચ, લાખણી, ભીલડી, પાલનપુર,થરા સહિતની 8 બ્રાન્ચોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરી 1,000 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.રક્તદાન શિબિરમાં તમામ સ્વૈચ્છીક સંસ્થાઓ, સામાજિક,શૈક્ષણિક સંસ્થાઓ શુભેચ્છકોએ રક્તદાન કરી સંસ્થાના લક્ષ્યાંકને પાર પાડવા પોતાનો સહયોગ આપ્યો હતો.