ગુનાની વિગત*
ગઇ તા.૧૫/૦૯/૨૦૨૨ ના ક.૨૦/૪૫ વાગ્યાથી તા.૧૬/૦૯/૨૦૨૨ ના ક.૦૮/૪૫ વાગ્યા દરમ્યાન અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીની “ જય બજરંગ ઇલેકટ્રોનિક્સ ” નામની દુકાનના શટરનું તાળું બીજી ચાવીથી ખોલી,દુકાનમાં છૂપી રીતે પ્રવેશી, દુકાનમાંથી રોકડા રૂ.૧૭,૫૦૦/- તથા સી.સી.ટી.વી. કેમેરાનું ડી.વી.આર. આશરે કિ.રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૧૯,૫૦૦/- ની મત્તાની ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ હોય જે અંગે પ્રકાશભાઇ
લક્ષ્મણભાઇ કલવાણી ઉ.વ.૫૪ ધંધો.વેપાર રહે.રાજુલાનાઓએ ફરીયાદ આપતા, અજાણ્યા આરોપી વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે,. એ-પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૨૦ ૮૨૨/૨૦૨૨ આઇ.પી.સી. કલમ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુનો રજી.થયેલ હતો. સદર ગુનાની આગળની તપાસ બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ., રાજુલા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ
હતા.
ભાવનગર રેન્જ. આઇ.જી. શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ
નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે. ચૌધરી સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓએ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી એમ.એ.દેસાઇનાઓની રાહબરી હેઠળ ગઇ તા.૧૬/૦૯/૨૨
નાં રોજ ઉપરોક્ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીની તપાસ કરનાર શ્રી બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ. નાઓએ ફરિયાદમાં જણાવેલ “ તાળું બીજી ચાવીથી ખોલેલ ” હોવાની હકિકતની દિશામાં તપાસ આદરી ફરિયાદી તથા
સાહેદોની પુછપરછ કરી દુકાનમાં અગાઉં કામ કરી, છૂટા થઇ ગયેલ ઇસમો અંગે તપાસ કરી, આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી, ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર આરોપીને ચોરીમાં ગયેલ રોકડા રૂ.૧૭,૫૦૦/- સાથે ગણતરીની
કલાકોમાં પકડી પાડવામાં સફળતા મેળવી, આરોપીને નામદાર કોર્ટમાં રજુ કરી, તા.૧૯/૦૯/૨૦૨૨ ના કલાક-૧૭/૦૦ વાગ્યા સુધીના રીમાન્ડ મેળવી, ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે
💫 *પકડાયેલ આરોપીની વિગત-*
(૧) અકબરભાઇ આરાદીનભાઇ જોખીયા ઉ.વ.૪૦ ધંધો.ડ્રાઇવીંગ રહે.રાજુલા ગોંદરા ચોક પાસે તા.રાજુલા જિ.અમરેલી
💫 *કબ્જે કરેલ મુદામાલ-*
રોકડા રૂ.૧૭,૫૦૦/-
*પકડાયેલ આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ-*
રાજુલા પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં.૦૯/૧૯ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધાયેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી એ.એમ.દેસાઇ તથા ટાઉન બીટ ઇન્ચાર્જ બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ તથા દિનેશભાઇ દયાળભાઇ મકવાણા તથા પો.કોન્સ ઘનશ્યામ
ભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ ભરતસિંહ લાખાભાઇ તથા પો.કોન્સ મેહુલભાઇ કાળુ ભાઇનાઓ દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.